Welcome To Website Of Gadat The unique Village. Gadat is A village in Gandevi Taluka And Navsari District. Its a wonderful, developed and unique village. There Are rare village in which you can see as mush facility like Gadat have.

જો તમારી પાસે આ વેબસાઈટ પર મુકવા લાયક કોઈ અગત્યની માહિતી જણાય તો કૃપા કરી gadat.info@gmail.com પર મેલ કરવા વિનંતી છે.

શ્રી કામેશ્વર મહાદેવ મંદિર

ગડત ગામના સ્વમાન તરીકે ઓળખાતું શ્રી કામેશ્વર મહાદેવ નું મંદિર એ નયન રમ્ય વાતાવરણ માં વિકસેલા ગડત ગામ માન સુર પુરાવે છે. Click Here To Read More>>>>

ધી અંબિકા હાઈસ્કુલ ,ગડત

શ્રી અંબિકા ગ્રામ કેળવણી મંડળના ઉપક્રમે ધી અંબિકા હાઈસ્કુલ – ગડત ઈ. સ. ૧૯૪૫ થી ચાલે છે. આ વિભાગમાં શિક્ષણનું પ્રમાણ તેને લીધે વધુ શક્ય બન્યું છે.......Click on It to Read More>>>

ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ

એક સમય એવી પણ હતો , જ્યાં ખજૂરીના ઝુંડો હતા અને વેરાન વગડા જેવી જમીન હતી ત્યાં રસ્તા પરના એક આંબાની ડાળી પર વજન કાંટો બાંધી ખેડૂતોના માલ, કેળા,Click On It To Read More>>>>

This is default featured post 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured post 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

"ગડત" ગામની વેબ-સાઈટ પર આપનું સ્વાગત છે......

            વલસાડ જીલ્લાના ગણદેવી તાલુકામાં બીજા ચંદ્રાકામે વેહતી અંબિકા નદીના કાંઠે વસેલું અને હાલ લગભગ ૩૫૦૦ માણસોની વસ્તી ધરાવતું ગડત ગામ ભવ્ય અને ભાતીગઢ ભૂતકાળ ધરાવે છે. આ બધી જાણવાજેવી અને જાણવાજેવી માહિતી ને બધા સુધી પોહ્ચાડવાનું એક માત્ર માધ્યમ ઈન્ટરનેટ જ છે.તેથી આ ગામની મોટેભાગ ની વર્તમાનની અને ભૂતકાળની માહિતી આ વેબસાઈટ માં આવરી લેવાનું પ્રયાસ કરેલ છે. 

ગડત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું મહત્વનું ગામ છે. ગડત ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગડત ગામના ખેડૂતોનો સહકારી સંઘ આફુસ કેરી તેમ જ ચીકુની પરદેશમાં નિકાસ કરવા માટે જાણીતો છે. ગડત ગામ નવસારીથી ગણદેવી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર અંબિકા નદીના કિનારે આવેલું છે.



        જો કોઈ વ્યક્તિ પાસે આ વેબસાઈ પર મુકવા જેવી બીજી માહિતી હોય તો મેહરબાની કરી ને તે બધી માહિતી આ ઈ-મેલ એડ્રેસ = mihir23192@gmail.com પર મેલ કરવા વિનંતી છે.

ગામ નું દ્રશ્ય

Click On Photos To See In High Resolution






















Disclaimer & Privacy Policy

HereBy, I as, Administrator of This Website, Mihir Naik, Diclaim that, All the Designing Templates and Other Stuffs Used Are Only gathered from internet. I am not having any copyrights of the Same. If Some Person Found that any MAterial on this Site is Used Without Permission .. One can mail me At mihir23192@gmail.com.. Directly..

વિકાસ સમિતિ

ગડત ગામ માં પંચાયત જેવી સરકારી સંસ્થા ઉપરાંત જાહેર કર્યો કરવા માટે વિકાસ સમ્તીત તથા ગ્રામ વિકાસ સમિતિ કાર્યરત છે. ગડત પંચાયતને ઉપક્રમે સરકારી મદદ, જન સહયોગ અને વ્યક્તિગત અંકિત દાનો દ્વારા અંદાજે રૂપિયા ૮ લાખ ના ખર્ચે વારિગૃહ ની યોજના સાકાર કરવામાં આવી છે. ગામ ના તમામ ઘરોને પાણી ની સુવિધા હાથવગી ઉપલબ્ધ છે.વિકાસ સમિતિ ના ઉપક્રમે પુર્નેશ્વર મંદિર નો જીર્ણોધ્ધાર, લાયબ્રેરી નું મકાન, પંચાયત કાર્યાલય, બેંક, પોસ્ટ ઓફીસ તથા શોપિંગ સેન્ટર બાંધવામાં આવ્યા છે. ગામને પાદરે આવેલું આ વિશાલ સંકુલ - વિચાર કાર્ય અને સહકાર ની ત્રિવેણીના પ્રતિક સમાન છે. આ ઉપરાંત એક અલગ સમિતિ દ્વારા અંબિકા નદી નાં કિનારે એક સ્મશાનગૃહ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગડત ખેડૂત મંડળી

એક સમય એવી પણ હતો , જ્યાં ખજૂરીના ઝુંડો હતા અને વેરાન વગડા જેવી જમીન હતી ત્યાં રસ્તા પરના એક આંબાની ડાળી પર વજન કાંટો બાંધી ખેડૂતોના માલ, કેળા, કેરીના વજન લેવાની કામગીરી સાથે જેની શરૂઆત થયી હતી તે ગડત વિભાગ ખેડૂત સહકારી મંડળ આજે વટવ્રુક્ષ ની માફક ઉભું છે. ગગન્ચુમતી આલીશાન ઓફીસ અને ગોડાઉનો ના ઝુંડોથી તે ધરતી હવે નવો કલેવર ધારણ કર્યા છે.. આ ખેડૂતો નાં પાક ની વેચાણ વ્યવસ્થા સંભાળે છે અને તેની પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. અંદાજે ચાર કરોડ રૂપિયા થી વધુના કેરી તથા ચીકુ ની વ્યવસ્થા કરાય છે. આ મંડળી આજુ બાજુ ગામો માણેકપુર, ઈચ્છાપુર, ખખવાડા, વેગામ, સાલેજ એમ કુલ ૬ ગામો માં અનાજના ભંડાર ચલાવે છે. આ મંડળી દર વર્ષે તેની કુલ આવક માંથી ખેડૂતો માટે વિકાસ ફંડ અલગ કાઢે છે. આ ફંડ માંથી આ વિભાગ નાં હિત માં ખર્ચ કરવા માં આવે છે. આમ સામાજિક જવાબદારી સ્વેચ્છાએ ઉઠાવી સહકારી ક્ષેત્રે નવો પ્રેરક ચીલો પડવાની પહેલ ગડત મંડળે કરી હતી. જેની નોંધ સમગ્ર ગુજરાત રાજ્યમાં લેવામાં આવી હતી. આજે આ સહકારી મંડળી આખા વિભાગ ની આર્થિક જીવાદોરી સમાન છે. ૧૯૬૮ની કમરતોડ મહારેલ વખતે લગભગ પાયમાલ થઇ ગયેલી. આ મંડળી સ્વમાન અને ખુમારીથી પાછી ઉભી થઈ ગઈ છે. તે ગુજરાતના સહકારી આલમ નું સુવર્ણ પૃષ્ટ છે.

દુધમંડળી

શ્વેતક્રાંતિ ના પ્રણેતા સ્વ. પૂ. મણીભાઈ દેસાઈ (ઉરૂલીવાળા) ના માર્ગ દર્શન હેઠળ ગામ માં Jersey તથા Holstein ગાયો નો ઉછેર કરાયો હતો. પ્રથમ વાર જયારે ભારતીય કાંકરેજી ગાયને Holstein Bull આવ્યું તે વખતે આખા ગામ માટે એ ઘટના કુતુહલરૂપ બની. આખું ગામ એ ઘટનાને માંણવા માટે દોડી આવ્યું હતું ત્યારે બધાને મુખ પર એકજ વાત હતી : "એ આતો.. ગાય પાડો વાયી... " અને આ રીતે શ્વેતક્રાંતિ નો ગડત ગામ માં પાયો નાખ્યો હતો. જયારે દુષ મંડળી નું સ્થાપન થયું તે વખતે શ્રી રાજેન્દ્ર મગનલાલ નાયક અને ઈશ્વરભાઈ મગનલાલ નાયક એ બે વ્યક્તિઓ એ એ શ્રેષ્ઠ તક નું બીડું ઝડપી ને ગામના પ્રત્યેક ખેડૂતો ને ઘરેઘર મળીને ખેડૂતોને સમજાવી એમનો સહકાર પ્રાપ્ત કરીને જે મંડળીની શરૂઆત થયી હતી તેના ફળરૂપે આજે સહકારી મંડળી માં પ્રતિ વર્ષે ગામના લોકો આશરે ૭-૮ લાખ થી વધુ ની આવક ધરાવે છે તથા ગામના લોકો ને વ્યાજબી ભાવે દૂધ મળે છે. ૨૬ વર્ષ સુધી શ્રી રાજેન્દ્ર મગનલાલ નાયક અને ઈશ્વરભાઈ મગનલાલ નાયક એ બે વ્યક્તિઓ અનુક્રમે પ્રમુખ અને મંત્રી તરીકે ની અવિરત સેવા બજાવી જે એક વિશેષ ઘટના ગણાવી શકાય.

પાણી મંડળી

આ ગામમાં શેરડીની ખેતી ની સિંચાય માટે શ્રીમાન સયાજીરાવ ગાયકવાડે ઈ. સ. ૧૯૩૮ માં લીફ્ટ ઈરીગેશન ની યોજના કરી હતી જે આજ દિન સુધી કાર્ય રાત છે. આ સિંચાય ની યોજના ગડત ગામના આથિક વિકાસની "ધોરી નસ" છે અને માણેકપુર, ખખવાડા, પાથરી અને ગડત ને સુજલામ સુફલામ બનાવ્યું છે. છપ્પનીયા દુકાળ (વિક્રમ સંવત ૧૯૫૬) વખતે સમગ્ર વિભાગની આ દુઘાદીયાએ તરસ છીપાવી હતી.

અંબિકા હાઈસ્કુલ

શ્રી અંબિકા ગ્રામ કેળવણી મંડળના ઉપક્રમે ધી અંબિકા હાઈસ્કુલ – ગડત ઈ. સ. ૧૯૪૫ થી ચાલે છે. આ વિભાગમાં શિક્ષણનું  પ્રમાણ તેને લીધે વધુ શક્ય બન્યું છે.આ વિભાગ માં શાળાની સ્થાપનાથી જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપવાની યોઈજાના અમલમાં છે. વાળી આ યોજના અંગે જરૂરી ભંડોળ વિદ્યાર્થીઓ ફંડ ફાળા તરીકે એકત્ર કરે છે. આજે લગભગ ૧૮૦૦ જેવા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. વિદેશોમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ એ શાળા ની નામ રોશન કર્યું છે.

આઝાદી માં ગામનો ફાળો

આઝાદી ની ચળવળ વખતે પણ આ ગામ અગ્રેસર હતું. ગામ ના ચાર સ્વતંત્ર સેનાનીઓનું સરકારે સન્માન પણ કર્યું છે. ગાયકવાડી રાજનું ગામ હોય બ્રિટીશ રાજ્યના ગામડાના સ્વાતંત્ર સેનાનીઓ માટે ગડત એક માત્ર આશ્રય સ્થાન હતું. બારડોલી સત્યાગ્રહ વખતે બ્રિટીશ સાશન હેઠળ ખડસુપા ગામના પાટીદાર ખેડૂતોએ તેમની માલ મીલ્કત ની હરાજી સમયે ગડત ગામે સામુહિક હિજરત કરી આશ્રય લીધો હતો. તમના મુશ્કેલ સમય માં ગડત ગામે આપેલા સહકારને તેઓ હમેશા યાદ કરે છે અને પોતાને ગડત ના વતની અને સ્વજન તરીકે ગૌરવભેર ઓળખાવે છે.

આંકડાકીય માહિતી :

૩૨૦ હેક્ટર જમીન ધરાવતા આ ગડત ગામમાં અનાવિલ બ્રાહ્મણ, ઔદીછ્યા બ્રાહ્મણ, કોળી પટેલ, આહીર, પ્રજાપતિ, હરીજન, હળપતિ જેવી વિવિધ કોમો પરસ્પર ભાઈચારા થી રહે છે. આ ગામમાં શિક્ષણ નું પ્રમાણ ૭૦% થી વધુ છે. આ ગામના ડોકટરો, એન્જીનીયરો, વહીવટી અધિકારીઓ, શિક્ષકો વિગીરે ની સંખ્યા નોંધપાત્ર છે. દુનિયા ના ૧૪ થી વધુ દેશો માં ગડત ગામના વતનીઓ વસે છે અને જોવાની વાત તો એ છે કે હજી પણ તેઓ ની સાથે સંપર્ક જીવંત છે. ગામના મોટે ભાગના લોકો ગામ માં રહીનેજ શહેરો માં સર્વિસ કરે છે અને કેટલાકે ખેતીનેજ પોતાના વ્યવસાય રૂપે સ્વીકારી લીધો છે.

ભૂતકાળ અને વિકાસ કેડી :

» ભૂતકાળ માં નકશીદાર તેમજ સોના-ચાંદી ના તારોની પાઘડી બાંધવાનો ધીકતો ધંધો હતો. ગડત ની પાઘડી વડોદરા, વાંસદા, ભાવનગર જેવા રાજ્યના રાજાઓ, તેમના કારભારીઓ, તે વખતના શ્રેષ્ઠીઓ , સુબેદારો તથા પુરોહિતોના શિર શોભાવતી હતી.ગડત ગામમાં આયુર્વેદિક દવાઓ, ભસ્મો, તથા રસાયણો બનાવામાં આવતા. કેહવાય છે કે કેટલાક રસાયણ ની પ્રક્રિયા સતત ૬ વર્ષ સુધી પણ ચાલુ રેહતી. વલસાડ તથા તલાવચોરા ના તજજ્ઞો અહીં માર્ગ દર્શન લેવા માટે આવતા.


» ગડત ગામના પાદરે જ્યાં પ્રાથમિક શાળાનું મકાન છે ત્યાં અગ્નિહોત્રી બ્રાહ્મણો નો વિશાળ મહોલ્લો હતો. તે ઘરો માં અગ્નિ સતત પ્રજ્વલિત રેહ્તો. તેઓ અજાચક હોવા છતાં ધુમાડાબંધ ભોજનના ભંડારો પણ કરતા. ક્રિયા કાંડ તથા વિધિ વિધાનના તેઓ પ્રખર જ્ઞાની ગણાતા. રાજ દરબારે પણ તેઓ ભારે માન મેળવતા.


» સાંસ્કૃતિક ક્ષેત્રે ગડત ગામના બ્રાહ્મણોએ ઈ. સ. ૧૯૨૪માં સ્વ. દલપતરામ ભટ્ટ, સ્વ. ચંદ્રકાંત ભટ્ટ, સ્વ. મગનલાલ રામશંકર જોષી, પ્રેમશંકર ભટ્ટ, વિગેરેની રાહબરી હેઠળ કન્તાકુમારી નાયક કંપની ની સ્થાપના કરાયી હતી. લગભગ ઈ. સ. ૧૯૩૨૧૯૩૨ શુધીના ૮ વર્ષના સમયગાળા દરમ્યાન નવસારી, સુરત, બીલીમોરા જેવા સ્થળોએ ભાડાના ડ્રેસ પરદા સાથે કુવ્ર્ભૈનું મામેરું, ભક્ત પ્રહલાદ, વડીલોના વાંકે તથા કન્તાકુમારી જેવા નાટકો ભજવી રંગભૂમિની આરાધના કરી હતી. તે સમયના એકમાત્ર હયાત કલાકાર ભીખુભાઈ નાગજીભાઈ ભટ્ટ આજે પણ ભૂતકાળના સંસ્મરણો વાગોળતા કલાકાર બની જાય છે. ગુજરાતી રંગભુમીનાં ઇતિહાસમાં એક પૃષ્ઠ ગદાતે આપેલા ફળનું પણ હસે એમ લાગે છે.


» શેરડી નાં પાક માંથી તૈયાર થયેલો ઉત્તમ ગુણવત્તાનો ગોળ “ ગડતનો ગોળ” નાં નામે ઓળખીતો બન્યો હતો. હવે ગડત ગામમાં ગોળ નું નહીવત ઉત્પાદન થાય છે.


» ગડત ગામના પ્રજાપતિ લોકો ગોળ ભરવાના ઘડા, દેસી નળિયા, માટલા, ગોરી વગેરે ની ધમધોકાર ઉત્પાદન પ્રવૃત્તિ માં આખું વર્ષ વ્યસ્ત રેહતા. તેમના સતત ફરતા ચાકડા હવે બંધ પડ્યા છે. શ્રીમંત ગાયકવાડની સરકારે ફક્ત આ ધંધા માટેજ નદી કાંઠાની અલગ જમીન ફાળવી હતી અને માટીકામના કારીગરોને પ્રોત્સાહિત કાર્ય હતા.


» ખેડૂતો તથા મજુરોને પુરક રોજી મળી રહે તે હેતુ થી ગાયકવાડ સરકારે “ મહારાણી શાંતાબાઈ રેશમ કેન્દ્ર ” ની સ્થાપના પણ કરી હતી. આ કેન્દ્રમાં રેશમના કીડાના ઉછેર અંગે તથા રેશમ બનાવટની પ્રક્રિયાની તાલીમ આપવામાં આવી હતી. આઝાદી બાદ આ કેન્દ્ર્રા તેની શરૂઆતના તબક્કેજ બંધ થયી ગયું હતું.


» ગડતમાં વણકરવાસ તેમજ તાઈવાદમાં હાથ વણાટની કામગીરી પણ થતી હતી. આ વ્યવસાય હવે સદંતર બંધ થયી ગયો છે અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ પૈકી કેટલાક અન્યત્ર ચાલ્યા ગયા છે અને બાકીના બુજા ધંધામાં પડ્યા છે.


» આ ગામને વિકાસ પંથે દોરીજનાર તથા પોતાની હૈયા સૂઝથી નિ:સ્વાર્થ માવે નેતાગીરી સંભાળનાર સ્વ. નારણજીભાઈ મોરારજી નાયકનું વડોદરા રાજ્યના દરબારમાં ‘ સવાઈ ગાયકવાડ’ નું સ્થાન હતું. તેમની દીર્ઘદ્રષ્ટિ અને વગથી અંબિકા નદી પરનો ગડત પૂલ અને લીફ્ટ ઈરીગેસન, રસ્તા વિગેરે સાકાર થયા હતા. તેથી સગવડ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્ય. ગડત હાઈસ્કુલ ની સ્થાપનમાં પણ તેઓ અગ્રણી બન્યા.




» ગડત નાં પ્રથમ સરપંચ સ્વ. શ્રી ભીમભાઈ લલ્લુભાઈ નાયકે પોતાની વગ અને કોઠા સુઝથી ગામના સીમ વિસ્તારના તમામ ભાગોને આવરી લેતા રસ્તા ગ્રામ લોકો નાં સાથ સહકારથી બનાવ્યા હતા. પરિણામે બારેમાસ ગામના ખેતી વિસ્તારમાં અવરજવર શક્ય બની. હાલ કામેશ્વર મહાદેવ મંદિરે જવા માટે બનેલો બે તળાવ ની વછે નો રસ્તો એનું નક્કર પરિણામ છે. ધોવાણ સામે રક્ષાન મળે , એ હેતુ થી રસ્તાની બંને બાજુએ તેમને ઈ. સ. ૧૯૫૫ માન રોપેલા આંબાના ઝાડો તેમની સ્મૃતિ તાજી રાખે છે. જનતાએ તેમના “છના બાપા”ના હુલામણા નામને આ રસ્તા સાથે જોડી નેમને સન્માન આપ્યું છે.


» ગડત નાં બીજા સરપંચ સ્વ. શ્રી ગુલાબભાઈ ઝીણાભાઈ નાયકે વિકાસ પ્રવૃતિને વધુ વેગવાન બનાવી. તેઓ, ગડત મંડળ, ગડત હાઈસ્કુલ, વિકાસ સમિતિ તથા સિંચાઇ મંડળી વિગેરેની સ્થાપના કરી તથા તેઓ અગ્રેસર બન્યા. ગણદેવી સુગર ફેક્ટરીના શરૂઆતના વિકસ તબક્કે ત્યાં પણ સેવા આપી હતી.


» પોલીસ પટેલ હોવાથી તેઓ “પટેલ કાકા ” ના લાડીલા નામે જાણીતા સ્વ. ભીમભાઈ વસનજી નાયકે ગડત ઉપરાંત ગડત ખેડૂત મંડળ તથા ગડત હાઈસ્કુલ ની સ્થાપના કરવામાં તથા તેની કુચ કદમના પ્રથમ પંક્તિના અગ્રણી બન્યા હતા.


» સ્વ. શ્રી હરિભાઈ ગુલાબભાઈ નાયક (અલ્લુંબાપા) વિકાસ સમિતિ, હાઈસ્કુલ, સ્મશાનગૃહ, વિગેરેની પ્રવૃતિના મુખ્ય કાર્યકર્તા અને રાહબર બન્યા. ઉપરોક્ત દેવલોક થયેલા અગ્રણીઓ કોઈ યુનિવર્સીટીની ડીગ્રી ધરાવતા ના હતા પણ તેઓ તેમના અંતર ચક્ષુ ભવિષ્યની જરૂરીયાતો અંગેના આયોજનો વિષે આગવી દિવ્ય દ્રષ્ટિ ધરાવતા હતા.

ગાયકવાડી રાજ

આ ગામ માં વનરાજ ચાવડાએ તથા સુરત ની લૂટ દરમ્યાન શિવાજીએ પ્રસ્થાન કર્યું હોવાનું કેહવાય છે. જુના ગાયકવાડી રાજ્યના આ ગામ માં તારીખ ૧-૧-૧૯૧૬ ના રોજ મહાત્મા ગાંધીજી તેમના દક્ષિણ આફ્રિકા ના સાથી પ્રાગજી દેસાઈ ના ઘરે પધાર્યા હતા ત્યારે ગડત હાલ બિમલભાઈ મુકુંદભાઈ મેહતા ની હવેલી છે ત્યાં રોકાઈ ને અંબિકા નદી પાર કરીને સાલેજ ગામે ગયા હતા. યોગાનુયોગ તેજ દિવસે મહાદેવ ભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી સાલેજ ગામે ઉજવણી પણ કરાઈ હતી. ઈ. સ. ૧૯૧૫ ની આસપાસ આર્યસમાજની પ્રવૃતિઓ પણ થયી હતી. આ પ્રવૃત્તિ ને કારણે આર્ય સમાજી કુટુંબો માં છોકરી ને શિક્ષણની પ્રવૃત્તિનો આરંભ થયો. એટલુંજ નહિ, સુધારક મેહતા કુટુંબે તેમની દીકરીઓને ભણવા માટે ગુરુકુળ પણ મોકલી હતી.

પૌરાણિક ઈતિહાસ :

રામાયણયુગ માં આ વિસ્તાર “દંડકારણ્ય” ના નામેં ઓળખાતો હતો. આ દંડકારણ્ય વ્રુક્ષો થી આચાદિત હતું અને એમ કેહવાય છે કે અસલ ગર્ગાવતી નગરીના નામે જાણીતા ગામમાં જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા " ગર્ગ ઋષિ " નો આશ્રમ હતો તેથી “ગર્ગાવતી” ના નામે ઓળખાતું હતું. ભગવાન રામે  જયારે અનાવલ નામ ના ગામે યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગર્ગ ઋષિ ને આમંત્રણ આપવા માટે શ્રી રામ સ્વયં અહી પધારેલા અને હાલ જે કામેશ્વર ને નામે ઓળખાય છે તે શંકર ભગવાન ના લિંગ ની તેમણે પ્રતિષ્ઠા કર હતીઅનેક વડલાઓ અને વડવાઈઓ થી આચ્છાદિત અને નયનરમ્ય વિશાળ તળાવથી સુશોભિત સ્થળે આવેલા કામેશ્વર મંદિર ની બાજુમાં પવિત્ર અને અલૌકિક નવગ્રહ નું મંદિર પણ છે. એક માહિતી મુજબ ભારત માં માત્ર આવા પ્રકાર ના નવગ્રહ ફક્ત બેજ જગ્યાએ મળી આવ્યા, જેમના એક કાશીમાં અને બીજા અહી ગડત ગામમાં છે. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન હજારો ની સંખ્યા માં શિવ ભક્તો કામેશ્વર ના મંદિરે આવે છે. ગડત ગામના પાદરે આવેલું પૂર્ણેશ્વર મહાદેવ નું મંદિર અને પ્રજાપતિ વાસ નજીક આવેલું અગનદેવી માતાનું મંદિર પણ પૌરાણિક છે. એમ પણ કેહવાય છે કે, મીનલદેવી અનાવલ જતી વખતે અંબિકા કાંઠે મુકામ કર્યો હતો. અને હાલ દિલીપભાઈ છગનલાલ નાયક ના વાળા માં છે તે ખોડીયાર માતાના મંદિર ની સ્થાપના કરી હતી.

ભૌગોલિક ઈતિહાસ

એમ કેહવાય છે કે કાલાનુક્રમે આ નગરી લુપ્ત થતી હોવાથી " અહીં દટાયેલું " એવો "ગડત" શબ્દ નો ભાવાનુવાદ થાય છે. આજે પણ એના પુરાવા રૂપે નવું ભાન્ધામ ના ખોદકામ વખતે ખુબ જુના વખત ની ઇંટો નીકળી આવે છે.

Facebook Like Box

Share