Welcome To Website Of Gadat The unique Village. Gadat is A village in Gandevi Taluka And Navsari District. Its a wonderful, developed and unique village. There Are rare village in which you can see as mush facility like Gadat have.

જો તમારી પાસે આ વેબસાઈટ પર મુકવા લાયક કોઈ અગત્યની માહિતી જણાય તો કૃપા કરી gadat.info@gmail.com પર મેલ કરવા વિનંતી છે.

ભૂતકાળ અને વિકાસ કેડી :

» ભૂતકાળ માં નકશીદાર તેમજ સોના-ચાંદી ના તારોની પાઘડી બાંધવાનો ધીકતો ધંધો હતો. ગડત ની પાઘડી વડોદરા, વાંસદા, ભાવનગર જેવા રાજ્યના રાજાઓ, તેમના કારભારીઓ, તે વખતના શ્રેષ્ઠીઓ , સુબેદારો તથા પુરોહિતોના શિર શોભાવતી હતી.ગડત ગામમાં આયુર્વેદિક દવાઓ, ભસ્મો, તથા રસાયણો બનાવામાં આવતા. કેહવાય છે કે કેટલાક રસાયણ ની પ્રક્રિયા સતત ૬ વર્ષ સુધી પણ ચાલુ રેહતી. વલસાડ તથા તલાવચોરા ના તજજ્ઞો અહીં માર્ગ દર્શન લેવા માટે આવતા.


» ગડત ગામના પાદરે જ્યાં પ્રાથમિક શાળાનું મકાન છે ત્યાં અગ્નિહોત્રી બ્રાહ્મણો નો વિશાળ મહોલ્લો હતો. તે ઘરો માં અગ્નિ સતત પ્રજ્વલિત રેહ્તો. તેઓ અજાચક હોવા છતાં ધુમાડાબંધ ભોજનના ભંડારો પણ કરતા. ક્રિયા કાંડ તથા વિધિ વિધાનના તેઓ પ્રખર જ્ઞાની ગણાતા. રાજ દરબારે પણ તેઓ ભારે માન મેળવતા.


» સાંસ્કૃતિક ક્ષેત્રે ગડત ગામના બ્રાહ્મણોએ ઈ. સ. ૧૯૨૪માં સ્વ. દલપતરામ ભટ્ટ, સ્વ. ચંદ્રકાંત ભટ્ટ, સ્વ. મગનલાલ રામશંકર જોષી, પ્રેમશંકર ભટ્ટ, વિગેરેની રાહબરી હેઠળ કન્તાકુમારી નાયક કંપની ની સ્થાપના કરાયી હતી. લગભગ ઈ. સ. ૧૯૩૨૧૯૩૨ શુધીના ૮ વર્ષના સમયગાળા દરમ્યાન નવસારી, સુરત, બીલીમોરા જેવા સ્થળોએ ભાડાના ડ્રેસ પરદા સાથે કુવ્ર્ભૈનું મામેરું, ભક્ત પ્રહલાદ, વડીલોના વાંકે તથા કન્તાકુમારી જેવા નાટકો ભજવી રંગભૂમિની આરાધના કરી હતી. તે સમયના એકમાત્ર હયાત કલાકાર ભીખુભાઈ નાગજીભાઈ ભટ્ટ આજે પણ ભૂતકાળના સંસ્મરણો વાગોળતા કલાકાર બની જાય છે. ગુજરાતી રંગભુમીનાં ઇતિહાસમાં એક પૃષ્ઠ ગદાતે આપેલા ફળનું પણ હસે એમ લાગે છે.


» શેરડી નાં પાક માંથી તૈયાર થયેલો ઉત્તમ ગુણવત્તાનો ગોળ “ ગડતનો ગોળ” નાં નામે ઓળખીતો બન્યો હતો. હવે ગડત ગામમાં ગોળ નું નહીવત ઉત્પાદન થાય છે.


» ગડત ગામના પ્રજાપતિ લોકો ગોળ ભરવાના ઘડા, દેસી નળિયા, માટલા, ગોરી વગેરે ની ધમધોકાર ઉત્પાદન પ્રવૃત્તિ માં આખું વર્ષ વ્યસ્ત રેહતા. તેમના સતત ફરતા ચાકડા હવે બંધ પડ્યા છે. શ્રીમંત ગાયકવાડની સરકારે ફક્ત આ ધંધા માટેજ નદી કાંઠાની અલગ જમીન ફાળવી હતી અને માટીકામના કારીગરોને પ્રોત્સાહિત કાર્ય હતા.


» ખેડૂતો તથા મજુરોને પુરક રોજી મળી રહે તે હેતુ થી ગાયકવાડ સરકારે “ મહારાણી શાંતાબાઈ રેશમ કેન્દ્ર ” ની સ્થાપના પણ કરી હતી. આ કેન્દ્રમાં રેશમના કીડાના ઉછેર અંગે તથા રેશમ બનાવટની પ્રક્રિયાની તાલીમ આપવામાં આવી હતી. આઝાદી બાદ આ કેન્દ્ર્રા તેની શરૂઆતના તબક્કેજ બંધ થયી ગયું હતું.


» ગડતમાં વણકરવાસ તેમજ તાઈવાદમાં હાથ વણાટની કામગીરી પણ થતી હતી. આ વ્યવસાય હવે સદંતર બંધ થયી ગયો છે અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ પૈકી કેટલાક અન્યત્ર ચાલ્યા ગયા છે અને બાકીના બુજા ધંધામાં પડ્યા છે.


» આ ગામને વિકાસ પંથે દોરીજનાર તથા પોતાની હૈયા સૂઝથી નિ:સ્વાર્થ માવે નેતાગીરી સંભાળનાર સ્વ. નારણજીભાઈ મોરારજી નાયકનું વડોદરા રાજ્યના દરબારમાં ‘ સવાઈ ગાયકવાડ’ નું સ્થાન હતું. તેમની દીર્ઘદ્રષ્ટિ અને વગથી અંબિકા નદી પરનો ગડત પૂલ અને લીફ્ટ ઈરીગેસન, રસ્તા વિગેરે સાકાર થયા હતા. તેથી સગવડ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્ય. ગડત હાઈસ્કુલ ની સ્થાપનમાં પણ તેઓ અગ્રણી બન્યા.




» ગડત નાં પ્રથમ સરપંચ સ્વ. શ્રી ભીમભાઈ લલ્લુભાઈ નાયકે પોતાની વગ અને કોઠા સુઝથી ગામના સીમ વિસ્તારના તમામ ભાગોને આવરી લેતા રસ્તા ગ્રામ લોકો નાં સાથ સહકારથી બનાવ્યા હતા. પરિણામે બારેમાસ ગામના ખેતી વિસ્તારમાં અવરજવર શક્ય બની. હાલ કામેશ્વર મહાદેવ મંદિરે જવા માટે બનેલો બે તળાવ ની વછે નો રસ્તો એનું નક્કર પરિણામ છે. ધોવાણ સામે રક્ષાન મળે , એ હેતુ થી રસ્તાની બંને બાજુએ તેમને ઈ. સ. ૧૯૫૫ માન રોપેલા આંબાના ઝાડો તેમની સ્મૃતિ તાજી રાખે છે. જનતાએ તેમના “છના બાપા”ના હુલામણા નામને આ રસ્તા સાથે જોડી નેમને સન્માન આપ્યું છે.


» ગડત નાં બીજા સરપંચ સ્વ. શ્રી ગુલાબભાઈ ઝીણાભાઈ નાયકે વિકાસ પ્રવૃતિને વધુ વેગવાન બનાવી. તેઓ, ગડત મંડળ, ગડત હાઈસ્કુલ, વિકાસ સમિતિ તથા સિંચાઇ મંડળી વિગેરેની સ્થાપના કરી તથા તેઓ અગ્રેસર બન્યા. ગણદેવી સુગર ફેક્ટરીના શરૂઆતના વિકસ તબક્કે ત્યાં પણ સેવા આપી હતી.


» પોલીસ પટેલ હોવાથી તેઓ “પટેલ કાકા ” ના લાડીલા નામે જાણીતા સ્વ. ભીમભાઈ વસનજી નાયકે ગડત ઉપરાંત ગડત ખેડૂત મંડળ તથા ગડત હાઈસ્કુલ ની સ્થાપના કરવામાં તથા તેની કુચ કદમના પ્રથમ પંક્તિના અગ્રણી બન્યા હતા.


» સ્વ. શ્રી હરિભાઈ ગુલાબભાઈ નાયક (અલ્લુંબાપા) વિકાસ સમિતિ, હાઈસ્કુલ, સ્મશાનગૃહ, વિગેરેની પ્રવૃતિના મુખ્ય કાર્યકર્તા અને રાહબર બન્યા. ઉપરોક્ત દેવલોક થયેલા અગ્રણીઓ કોઈ યુનિવર્સીટીની ડીગ્રી ધરાવતા ના હતા પણ તેઓ તેમના અંતર ચક્ષુ ભવિષ્યની જરૂરીયાતો અંગેના આયોજનો વિષે આગવી દિવ્ય દ્રષ્ટિ ધરાવતા હતા.

Facebook Like Box

Share